સુરત:
રાજ્ય સહિત સુરતમાં માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 56.82 ટકા પરિણામ આજ રોજ જાહેર થયું છે. જેમાં સુરત શહેર અને જિલ્લાએ ફરી ડંકો વગાડતાં રાજ્યમાં સૌથી વધુ ૭૩.૫૦ પરિણામ હાંસલ કર્યું છે. જેથી શહેર ભરની શાળાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યભરની શાળાઓમાંથી કુલ ૨૫૭ સ્ટુડન્ટને એ-ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જેમાંથી રાજ્યમાં સૌથી વધુ સુરત શહેર અને જિલ્લાના કુલ ૭૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં છે. બીજી તરફ એ-૨ ગ્રેડ મેળવવામાં પણ રાજ્યમાં સૌથી વધુ સુરતના બાહુબલીઓ સામે આવ્યાં છે. રાજ્યમાં કુલ એ-૨ ગ્રેડ મેળળવવામાં ૭૦૫૫ વિદ્યાર્થીઓ સફળ રહ્યાં છે. જેમાંથી સુરતના જ ૧૬૮૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તદુપરાંત બોર્ડ દ્વારા લેવામાં આવેલી વર્ષ 2016 ની પરીક્ષામાં 73.50 ટકા પરિણામ રહ્યું હતું….જ્યારે આ વર્ષે 0.50 ટકા પરિણામનો વધારો થયો છે….જેથી શહેરભરની શાળાઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે…..દરમ્યાન સુરતની શાળાઓમાં એ 1- ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ પરિણામ આવતાની સાથે ડી.જે.ના તાલે ઝૂમી ઉઠયા હતા..વિદ્યાર્થીઓએ સફળતા પાછળ પોતાના માતા- પિતા તેમજ શાળાના આચાર્ય – શિક્ષકોનું માર્ગદર્શન નો સૌથી મોટો ફાળો હોવાની વાત જણાવી હતી…ધોરણ બાર ના પરિણામ આવી ચુક્યા છે ,ત્યારે પરીક્ષામાં એ 1- ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ સી.એ.સહિત ડોકટરી કરવાની ઘેલછા પણ વ્યક્ત કરી છે.