કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન-NICDC દ્વારા ગાંધીનગરમાં યોજાઇ ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી.કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ૯ર૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ધોલેરા SIR ના વિકાસ માટે ગુજરાત સરકાર અને NICDC દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી છે.
મુખ્યમંત્રી કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સંબોધન કરી રહ્યા હતા.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ કોન્ફરન્સમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, NICDCના CEO અને એમ.ડી તથા ભારત સરકારના ખાસ સચિવ શ્રી અમ્રીતલાલ મીણા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વિવિધ રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર્સ-ઇન્ડસ્ટ્રીયલ નોડ ના અધિકારીઓ, રોકાણકારો સહભાગી થયા હતા.
આ પ્રસંગે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, NICDCના મુખ્ય કારોબારી અધિકારી હારિત શુક્લ તથા અન્ય સ્માર્ટ સિટીના વહીવટી સંચાલકો તથા રોકાણકારો ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તૃત માહિતી આપી હતી.