રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી બોર્ડની ધોરણ 10, 12 સાયન્સ, સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની હવે આગામી તા.10થી 14 જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષા લેવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ સવારે 10થી 1.15 દરમિયાન તેમ જ બપોરે 3થી 6.15 દરમિયાન બે શિફ્ટમાં વિવિધ વિષયોની પૂરક પરીક્ષા લેવાશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનો પણ 10 જુલાઈથી પ્રારંભ
10 જુલાઈએ બેઝિક ગણિત અને ગુજરાતી પ્રથમ ભાષા સહિતની અન્ય પ્રથમ ભાષાની પરીક્ષા યોજાશે.
જ્યારે 11 જુલાઈએ સ્ટાન્ડર્ડ ગણિત અને અંગ્રેજી, 12 જુલાઈએ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની, 13 જુલાઈએ ગુજરાતી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનો પણ 10 જુલાઈથી પ્રારંભ થશે.
હોલ ટિકિટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવવાની રહેશે
10 જુલાઈએ સવારે 10.30થી 2 દરમિયાન ગણિત, જીવવિજ્ઞાન, જ્યારે 11 જુલાઈએ સવારે 10.30થી 2 રસાયણ વિજ્ઞાન, બપોરે 3થી 6.30 દરમિયાન અંગ્રેજી (પ્રથમ ભાષા) (દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવાશે. જ્યારે 12જુલાઈએ સવારે 10.30થી 2 દરમિયાન ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તામિલ, સંસ્કૃત, ફારસી સહિતની (પ્રથમ ભાષા)ની પરીક્ષા અને બપોરે 3થી 6 દરમિયાન ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે.વિદ્યાર્થીઓ પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવવાની રહેશે.