રાજ્યમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ આજે બંધ રાખી વિરોધ કર્યો છે અને ડેરીના વાહન અટકાવવામાં આવી રહ્યા ના બનાવો વચ્ચે સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પોમાં માલધારીઓ એ તોડફોડ કરી દૂધ રોડ ઉપર ઢોળી દેવાની ઘટના બાદ પલસાણા તાલુકાના ચલથાણ માં સુમુલ પાર્લર પર માલધારી સમાજના 100 જેટલા યુવાનો પહોંચી પાર્લર માલિકને ધમકાવી દૂધના કેરેટ ભરેલી ગાડીઓ લઈ ભાગી છૂટતા ભારે ચકચાર મચી છે.
આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને જનતાને બાન માં લેવાના પ્રયાસને વખોડી કાઢયો હતો, લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં શેરથામાં યોજાયેલા સંમલનમાં સરકારને બતાવી દેવા ૨૧મી એ સમગ્ર રાજ્યમાં દૂધ હડતાળ નું એલાન અપાયું હતું પરીણામે દૂધ હડતાળ સફળ બનાવવા દૂધ પુરવઠો અટકાવી રહ્યા છે