ગાંધીનગર પોલીસ પૂર્વ આઈએએસ એસ કે લાંગાને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી થશે
જમીન કૌભાંડમાં પૂર્વ IAS એસ કે લાંગાને રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યા બાદ તેઓને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી થશે.
રૂ. 10 હજાર કરોડના જમીન કૌભાંડના કેસમાં પૂર્વ ઓફિસર લાંગાનીગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે.
નિવૃતિ પછી પણ દસ્તાવેજો પર સહી કરી જૂની તારીખથી અમલ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
પૂર્વ IAS વિરુદ્ધ પોલીસ મથકમાં થયેલી ફરિયાદ બાદ લાંગા ફરાર હતા. દરમિયાન ગાંધીનગર પોલીસે બાતમીના આધારે પૂર્વ IAS એસ કે લાંગાને માઉન્ટ આબુમાંથી ઝડપી લીધા છે.
પૂર્વ IAS એસ કે લાંગાની ધરપકડ બાદ આજે તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
મહત્વનું છે કે નિવૃત્તિ બાદ બિનખેતીના કેટલાક નિર્ણયો લીધા હોય, જમીનના ખોટા NAના હુકમો કરી કરોડોનું કૌભાંડ આચરવું કે પછી આર્થિક સેટલમૅન્ટ ન થાય ત્યાં અરજદારને હેરાન કરવા.. આ તમામ આરોપો ગાંધીનગરના નિવૃત્ત કલેકટર એસ.કે. લાંગા સામે લાગ્યા છે. બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઈ છે. એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અને અપ્રમાણસર મિલકત વસાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. તેમની સાથે સાથે તત્કાલીન ચિટનીસ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.