સતત ભાવ વધારા વચ્ચે સરકાર કોઇ રાહત આપવાના મૂડ માં નથી ત્યારે પેટ્રોલ ભાવ વધારા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યું છે જે જનતા ને નિરાશ કરનારું છે નીતિન પટેલે કહ્યું પેટ્રોલ ડીઝલમાં ભાવ હાલ ઘટાડાની શક્યતા નથી અને ગુજરાતમાં સૌથી ઓછો વેટ દર છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ મુદ્દે જણાવ્યું કે, ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી ઓછો ટેક્સ ગુજરાતમાં છે. ગુજરાતમાં ભાવ પણ ઓછો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલની કિંમત પણ વધી છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું કે, બજેટમાં કૃષિ સેસ નાંખ્યો છે, એક્સાઈઝ ઘટાડી છે. કોરોના મહામારીમાં સરકારની આવક ઘટી છે તેમ નીતિન પટેલે જણાવ્યું છે.
ડીઝલ-પેટ્રોલ માં સતત ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે જનતા ને એમ કે ચૂંટણી આવે છે તો ભાવ ઘટશે પણ ના હવે સરકાર કોઈ ભાવ ઘટાડો કરવાના મૂડ માં નથી અને હવે સતત ભાવ વધતો જવાની શક્યતા જણાઈ રહી છે.
આજ સરકાર અને બાબા રામદેવ કોંગ્રેસ ની સરકાર વખતે જનતા માં એવા ભાસણો કરતા હતા કે ભાજપ આવશે તો ભાવ ઓછા કરી દેશે પણ સરકાર બનતા જ ભાજપે પાછલા 70 વર્ષ નો રેકર્ડ તોડી ભાવ વધારો ઝીંકી દેતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે ભારતમાં ક્રૂડ ઓઇલ ખૂબ ઓછું મળે છે. ગઇકાલે જ પીએમ મોદીએ જે માહિતી જાહેર કરી તે પ્રમાણે 85 ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. પહેલા 51-52 પર બેરલની કિંમત હતી તે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો તેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આ સિવાય કોરોના મહામારીમાં પણ દેશમાં બધી જ સરકારોની આવક ઘટી ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને બજેટમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ મળી રહે તે માટે સેસ નાખ્યો છે અને સેસના કારણે પેટ્રોલ-ડીઝલ પર અસર પડે છે. તેમણે કહ્યું કે પ્રજા પર કોઈ બોજો આવ્યો નથી અને આંતરરાષ્ટ્રીય ભાવ જે વધ્યા છે તેના કારણે આ ભાવ વધ્યા છે.