જે યુવાનો પોલીસ ખાતામાં જવા ઈચ્છે છે અને વહેલા ઉઠીને દોડવા જઇ રહયા છે અને આ લાઈન માટે તૈયારીઓ કરી રહયા છે તેવા યુવાનો માટે ટૂંક સમયમાં ભરતીની તારીખ જાહેર થશે.
રાજ્યમાં 12000 પોલીસની ભરતી થશે, સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.
ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીની ભરતી કરશે, જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યા પર ભરતી કરાશે. હથિયારી, બિનહથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યા પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.
અત્રે નોંધનીય છે કે IPS હસમુખ પટેલને એડિશનલ DGનો વધારાનો ચાર્જ સોંપાયો છે તેમજ CID ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડ પણ રિક્રૂટમેન્ટ તરીકે સેવા આપશે.
જેમાં રિક્રૂટમેન્ટ બોર્ડની જવાબદારી ફરી હસમુખ પટેલને સોંપવામાં આવી છે.
હવે,ટૂંકજ સમયમાં પોલીસ ભરતીની જાહેરાત થશે.