ગુજરાતમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવા માટે નિયમ લાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિવેદન આપતા તેઓને તમામ જગ્યાએથી પ્રતિસાદ મળી રહ્યો છે અને તમામ લોકો સહમત જણાયા છે ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડવાલા પણ મુખ્યમંત્રીની આ વાત સાથે સંમત થયા હતા તેઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણાના નુગર ગામ ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાયદાની મર્યાદામાં રહીને પ્રેમ લગ્ન બાબતે અભ્યાસ કરી માતાપિતાની મજૂરી ફરજિયાત બનાવવા નિયમ લાવવા નિવેદન આપ્યા બાદ કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પણ મુખ્યમંત્રીને સમર્થન આપતા જાહેરાત કરી કે જો ભાજપ વિધાનસભામાં આ અંગેનો કાયદો લાવશે તો હું એમને સમર્થન આપીશ.
મહેસાણા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દીકરીઓ ભાગીને પ્રેમલગ્ન કરે છે, તે બાબતે માતા-પિતાની સંમતિ થાય તે અંગે વિચારવું જોઈએ તેવા સૂચનના જવાબમાં મુખ્યમંત્રીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ અંગે અભ્યાસ કરીશું અને બંધારણ ના નડે તે રીતે દીકરીઓના પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ નિયમ લાવીશું. મુખ્યમંત્રીના આ હકારાત્મક અભિગમ બાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ પણ ટ્વીટ કરી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું તેઓએ કહ્યુ ખરેખર આ જરૂરી છે.