આજકાલ ટોલનાકા કે રેલવે અને કેટલીક જાહેર જગ્યાએ કિન્નર ઉભા રહી ફાળો ઉઘરાવતા નજરે પડે છે અને ઘણા લોકો સ્વૈચ્છિક ફાળો આપતા હોય છે તેજ રીતે બનાસકાંઠાના પાંથાવાડામાં કન્યા છાત્રાલય નજીક પણ એક કિન્નર આ રીતે અહીથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ફાળો ઉઘરાવતો હતો તે વખતે એક ટ્રક આવતા ડ્રાઇવર પાસે પૈસા લેવા તે કેબિન ઉપર ચડી જતા ટ્રકચાલકે ટ્રક ભગાવી મૂકી હતી.
જોકે, કિન્નર ચાલુ ટ્રકમાં જ લટકી જઈ જીવ બચાવવા બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કિન્નરને બચાવવા માટે ટ્રક પાછળ પોતાના વાહનો દોડાવતા હાઈવે પર ભાગદોડના દૃશ્યો સર્જાયા હતા.
બીજી તરફ વાહનચાલકોને ટ્રકનો પીછો કરતા જોઈ ટ્રકચાલક ગભરાઈ ગયો હતો અને ટ્રક ધીમી પાડતા જ કિન્નરે ચાલુ ટ્રકે કૂદકો મારતાતે રોડ પર પટકાતા ટ્રકના વ્હિલ નીચે આવતા માંડ માંડ બચ્યો હતો જોકે નીચે પટકાતા ઇજા થઇ હતી.
વિગતો મુજબ બનાસકાંઠાના પાંથાવાડ કન્યા છાત્રાલય પાસે એક કિન્નર વાહનચાલકો પાસેથી પૈસા માગી રહ્યો હતો તે દરમિયાન કિન્નર પૈસા લેવા માટે ટ્રકની ડ્રાઈવર કેબીન પાસે ચડી ગયો હતો. જેથી ડ્રાઈવેર કિન્નર નીચે ઉતરે તેની રાહ જોયા વગર જ ટ્રકને ત્યાંથી દોડાવી મૂકી હતી.
દરમ્યાન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ટ્રક ચાલકને ઝડપી લીધો હતો આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.