બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલો છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.
બનાસકાંઠાના જિલ્લામાં 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6:29 મિનિટની ત્રણથી ચાર સેકન્ડ સુધી ધરતી ધ્રુજતા લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપનો આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ડીસા પાસે હોવાનું માનવામાં આવી રહ્યું છે.