અમદાવાદ ઃ રાજ્યમાં અવાર નવાર હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડાના અહેવાલ મળતા હોય છે, ત્યારે આજે બાવળાઆદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલા બંગ્લોઝમાં બર્થ ડે પાર્ટી કરતા 10 નબીરાની બાવળા પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં કિંગ્સ વિલાના બંગલા નંબર 100માં પોલીસની રેડ પડી હતી. જેમાં બંગ્લામાંથી દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓને ઝડપ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થયો છે.
આ ઘટનામાં પોલીસને 6 મોંઘીદાટ કાર જપ્ત કરી છે. ઘટના સ્થળેથી પોલીસને રૂપિયા 99.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે ભાવિક પારેખ નામના વ્યક્તિએ એક બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસને અહીંથી ઘણાં નબીરાઓ મેચનો સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું હતું. અગાઉ મુખ્ય આરોપી ભાવિક અગાઉ દારૂ અને જુગારના કેસમાં ઝડપાયો હતો.
પોલીસે ઝડપાયેલા નબીરાઓ અમદાવાદ અને રાજકોટના રહેવાસી છે. પોલીસે 6 ગાડીઓ, મોબાઈલ ફોન, દારૂની બોટલો સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે રૂ. 99,53,645નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટની કલમ 65ઈ, 66(1)બી. 68, 85(1), 84, 81 મુજબ આરોપીઓની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા નબીરાઓ
- ભાવિત ભરતભાઇ પારેખ રહે થલતેજ અમદાવાદ
- માધવ ભરતભાઇ તેરૈયા રહે બોડકદેવ અમદાવાદ
- જય રમણીકભાઇ પટેલ રહે. રિધ્ઘી સિધ્ધી બંગ્લોઝ રાજકોટ
- હાર્દીક હરેશભાઇ જૈન રહે. ઓમ રામનગર રાજકોટ
- સવરીન શૈલેષભાઇ પટેલ રહે. પર, અપી એપાટેમેન્ટ રાજકોટ
- દિપ મહેશભાઇ પટેલ રહે. ચિત્રકુટ એપાર્ટમેન્ટ રાજકોટ
- કુશલ સુરેશભાઇ ઠક્કર, ગ્રીનમેકો બંગ્લોઝ અમદાવાદ
- ધવલ ભર તકુમાર ગાંધી.સ્વસ્તિક સોસાયટી અમદાવાદ
- માલવ ઉદયન નાણાવટી રહે. અમદાવાદ
- ધવલ જયેશભાઇ ઠક્કર રહે.અમદાવાદ