કુખ્યાત ગેંગસ્ટર રવિપૂજારી સહિત તેના સાગરિતોએ વર્ષ 2017માં ચૂંટણી અને કેબલ વોર માં બોરસદના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરીંગ કરવાના પ્રકરણમાં ગેંગસ્ટર રવિ પૂજારી અને તેની ગેંગ સામે નોંધાયેલા ગુના ના સંદર્ભ માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને બેંગ્લોરથી અમદાવાદ અને ત્યાંથી બોરસદ કોર્ટમાં કોર્ટમાં રજૂ કરાયો હતો.
વિગતો મુજબ 2017માં બોરસદ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં અપક્ષ તરીકે પ્રજ્ઞેશ પટેલ અને ચંદ્રેશની માતા શાંતાબેન ઉમેદવાર તરીકે ઊભાં રહ્યાં હતાં. જેમાં પ્રજ્ઞેશનો વિજય થયો હતો. બીજી તરફ પ્રજ્ઞેશના ભાઈ સંકેત અને ચંદ્રેશ વચ્ચે કેબલવોર ચાલી રહ્યું હોય સંકેત અને તેના માણસોએ ચંદ્રેશને માર મારતા બદલો લેવા ચંદ્રેશે સુરેશ અન્ના કેજે નાર્કોટીક્સના ગુનામાં જે તે સમયે વડોદરા જેલમાં હતો તેનો સંપર્ક કરતા અન્ના એ લૂંટના ગુનામાં સજા ભોગવી રહેલા સુરેશ પિલ્લાઈ ને વાત કરી અન્નાએ રવિ પુજારી સાથે પિલ્લાઈની ઓળખાણ કરાવી પિલ્લાઈ ને રવિ પુજારી માટે કામ કરવા તૈયાર કરતા રવિ પૂજારી ના માણસો એ ફાયરિંગ કરતા ગુનો નોંધાયો હતો.
આ મામલે કુલ 6 લોકો સામે ફાયરીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જે ગુનામા રવિ પૂજારીની ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર કેસમાં અત્યાર સુધીમા કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચુકી છે. ક્રાઈમ બ્રાંચે ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે રવિ પૂજારીની કસ્ટડી મેળવી તપાસ શરૂ કરી છે.