કચ્છના ભચાઉમાં મણિનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહયા છે જેની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
દારૂના અડ્ડા બંધ કરવા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ થતાં આખરે સ્થાનિક મહિલાઓએ દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા પોલીસને લેખિત અરજી આપી હતી.
મહિલાઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે જો દારૂના અડ્ડા બંધ કરવા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
મહિલાઓના જણાવ્યા મુજબ ભચાઉના મણી નગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાના કારણે લોકો દારૂ પીને રસ્તા વચ્ચે પડ્યા રહે છે.
બીજી તરફ રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો જો વિરોધ કરવા જાયતો તેઓને ધમકીઓ અને ગાળો આપી હિંસક હુમલાઓ કરી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે જેથી સાંજના સમયે બહેન-દિકરીઓ ઘરની બહાર નીકળી શક્તી નથી તેમની ઈજજતની સલામતી નથી આવા લુખ્ખા તત્વોના કારણે ના- છુટકે હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઉભી થતા આખરે પોલીસને દારૂના અડ્ડા બંધ કરાવી કાયદાનું પાલન કરાવવા રજુઆત કરવામાં આવી છે.