ભરૂચ લગભગ હવે કોંગ્રેસમુક્ત બની ચૂક્યું છે અને લગભગ કહી શકાય કે નામશેષ થઈ રહ્યું છે રોજ બરોજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ છોડી રહયા છે ત્યારે ગઈકાલે
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ, આગેવાનો સહિત 400 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે આ બધા ભાજપમાં જોડાઈ રહયા છે અહીં હવે આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ થશે પરિણામે ભારે રસાકસી થશે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ટપોટપ નારાજગીનામાં ધરી કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી રહયા છે.
તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપી દીધા હતા ત્યારબાદ વધુ રાજીનામાં પડ્યા છે.
મહત્વનું છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરીમલસિંહને રીપીટ કરાતા યાકુબ ગુરજીએ રાજીનામુ આપી દીધા બાદ જીલ્લા માંથી ઈશાક રાજ, મંહમદઅલી પટેલ, મકબુલ અભલી , મહેન્દ્રસિહ રાજ, ધર્મેન્દ્ર ગઢવી જેવા જીલ્લા અને પ્રદેશ અગ્રણીઓ ના ૬૯ થી વધુના શરૂઆતમાં રાજીનામા જે રીતે પડ્યા તે જોતા અહીંથી ભરૂચમાં કોંગ્રેસની પડતી શરૂ થઈ ગઈ અને રાજીનામાનો દૌર શરૂ થઈ ગયો છે જે અટકવાનું નામ લેતો નથી અને કેટલાક સ્થાનિક અને કેટલાક પ્રદેશ થી નારાજ હોવાની ફરિયાદ વચ્ચે રાજીનામાં પડી રહયા છે તે જોતા હવે કોંગ્રેસમાં લગભગ બધા ચાલ્યા જતા કોંગ્રેસ નામશેષ થઈ રહ્યાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ ને રીપીટ કરવાથી જીલ્લામાં શરૂ થયેલો રાજીનામાનો દૌર હવે કોંગ્રેસને ચૂંટણીઓમાં ભારે પડશે અહીં આપ અને ભાજપ વચ્ચે જંગ છેડાશે.