પૂનમને લઈને મંદિર દ્વારા 300 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અંબાજી મેળો બંધ કરવામાં આવ્યું પણ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 3 સપ્ટેમ્બર 2020ના દિવસે અંબાજી મંદિરમાં દર્શન કરશે તેથી મંદિરના દ્વારા ખોલી નાંખવામાં આવશે. હિંદુ વિચાર ધારા ધરાવતા પક્ષ દ્વારા સામાન્ય લોકો માટે મંદિર બંધ રાખવામાં આવે છે પણ ભાજપના નેતાના કારણે મંદિર ખોલી નાંખવામાં આવે છે. આ ભેદભાવ મંદિરમાં પણ ભાજપે શરૂ કર્યો છે. 2 તારીખે સાંજે ચંદ્રકાંત પાટીલ અહીં આવી જશે.
હવે મંદિર 4 સપ્ટેમ્બર સુદી નહીં પણ 2 સપ્ટેમ્બર સુધી જ બંધ રહેશે. જે પછી મંદિર ચાલુ કરવામમાં આવશે. ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પુનમ, ભાદરવા મહિનામાં શરૂઆતથી જ લોકો અંબાજી માતાના દર્શન માટે લાખોની સંખ્યામાં ચાલતા આવવા લાગે છે. જોકે ચાલુ વર્ષો કોરોનાનું ગ્રહણ લોકોને નડી જાય તેવું હોવાને પગલે તહેવારો સહિત ઘણા બધા મેળાઓ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. આ વર્ષે 24મી ઓગસ્ટથી સપ્ટેમ્બરની 2જી તારીખ સુધી એટલે કે દસ દિવસ સુધી અંબાજી માતાના મંદિર તથા ગબ્બરના દર્શન બંધ છે.
મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ પણ યોજાશે. જેના પણ ઘરે બેઠા ઓનલાઈન દર્શન થઈ શકશે. જોકે ભાદરવી પુનમનો મેળો આ વખતે ઈતિહાસમાં પહેલી વકત યોજાશે નહીં. આ મેળામાં 30 લાખ લોકો આવતા હોય છે. લોકો ભાદરવી પૂનમ ભરવા શોભા યાત્રાઓ, ધજાઓ, સંઘ લઈને રસ્તા પર ચાલતા જોવા મળે તેવા દ્રશ્યો આ વખત કદાચ જોવા ન પણ મળે.
આ પૂનમને લઈને મંદિર દ્વારા 300 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અંબાજી મેળો બંધ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર દ્વારા મર્યાદીત ભક્તો-પદયાત્રીઓ સાથે ગયા અઠવાડિયે ધજા ચઢાવીને વર્ષોની એક પરંપરા સાચવી લેવાઈ હતી.
ભારતમાં ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ,બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદીની ઉત્તરે, આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. તે 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી., ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક કાદીયડ્રાથી 50 કિ.મી.ના અંતરે આવેલું છે. “અરાસુરી અંબાજી” ના પવિત્ર મંદિરમાં, દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પવિત્ર “શ્રી વિસા યંત્ર” પૂજવામાં આવે છે. ખુલ્લું આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. યંત્રના ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે.