જમાનો બદલાઈ રહ્યો છે અને હવે આધુનિક ટેકનોલોજીનો યુગ સતત અપડેટ થઈ રહ્યો છે,આગામીવર્ષ 2030 સુધીમાં ભારતમાં 70% વાહનો ઓટોમેટિક હશે, માણસ કારમાં આરામથી બેઠો હશે અને મગજ ચલાવવું નહી પડે અને કાર પોતેજ ડ્રાઇવર વગરજ ઓટોમેટિક ચાલશે એટલુંજ નહિ પણ ભવિષ્યમાં કાર ભાડે આપતી કંપનીઓ અને ટ્રક પણ ડ્રાઇવર રહિત હશે.
આ તરફ પ્રયાણ કરવા માટે ઓટોમેટિક કાર મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે શરૂઆત થઈ ચૂકી છે. કાર મેન્યૂફેક્ચરિંગ કંપનીઓએ સોફ્ટવેર બનાવતી સિલિકોન વેલીની કંપનીઓ સાથે ટાઇઅપ શરૂ કર્યું છે,
વડોદરા એફજીઆઈ બિલ્ડિંગ ખાતે યોજાયેલા સેમિનારમાં યુનિવર્સિટી ઓફ એલએબામાના રિસર્ચ સેન્ટર ખાતે કાર્યરત પ્રો. બાલા સુબ્રમણ્યન દ્વારા ઉદ્યોગ જગતના ઉપસ્થિત અગ્રણીઓને આ મુજબ સંબોધન કરતા જણાવ્યું કે ટેકનોલોજીનો નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે.
એફજીઆઈમાં ઉદ્યોગ જગતના અંદાજે 40 જેટલા મહાનુભાવોને તેમણે આગામી ભવિષ્યની વાહન વ્યવહાર ક્ષેત્રની ટેક્નોલોજી અને બદલાવ અંગે માહિતી આપી હતી. તેઓ મર્સિડીઝ ગ્રૂપમાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પાંચમા લેવલની સેફ્ટી પર કાર કંપનીઓ કામ કરશે, જેમાં તમામ વાહનો ઓટોમેટિક હશે અને માનવ રહિત વાહનો ચાલશે.
આજે રોડ પર ટ્રાફિક હોય ત્યારે ઓટોમેટિક બ્રેક વાગે તેવાં વાહનો બજારમાં છે પણ હવે તેમાં અપડેટ થવા જઈ રહ્યું છે અને આગામી ટેકનોલોજી અદભુત હશે અને ટોટલી ઓટોમેટિક વાહનો હશે જે માનવીના તમામ કામો જાતેજ કરશે અને એક નવા યુગના રોમાંચનો અનુભવ કરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય કાર ઉત્પાદકો અને ટેક્નોલોજી કંપનીઓ આ પગલાથી સેલ્ફ-ડ્રાઇવિંગ કારની વૈશ્વિક સ્પર્ધામાં જોડાઈ શકશે.
ટાટા ગ્રૂપની ડિઝાઇન અને ટેક્નોલોજી કંપની ટાટા એલેક્સી ડ્રાઇવર વગરની કારનું ટેસ્ટિંગ કરવાની યોજના ધરાવે છે
ટેસ્લા મોટર્સ, ચીનની બૈદુ, ગૂગલ, ઉબર, મર્સિડિઝ, ફોર્ડ અને જનરલ મોટર્સ સહિતની કંપનીઓ વૈશ્વિક સ્તરે ડ્રાઇવર વગરની કાર પર કામ કરી રહ્યા છે.
ભારતના માર્ગો પર ટૂંક સમયમાં ડ્રાઇવર વગરની કાર દોડતી થશે.
મોટર વ્હિકલ એક્ટમાં એમેન્ડમેન્ટને પગલે સરકારને આવા વાહનોને મંજૂરી આપવાની સત્તા મળશે