ભાવનગરના શેત્રુંજી ડેમમાં છેલ્લા પાંચ દિવસથી સતત પાણીની આવક, સપાટી 28.6 ફૂટે પહોંચતા અનેક ગામડાઓને એલર્ટ ડેમમાં છેલ્લા પાંચ દિવસમાં 2 ફૂટ પાણીનો વધારો થયો ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં છેલ્લા ચાર દિવસથી ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમમાં સતત બે દિવસથી 4 હજાર 682 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી વધીને 28.6 ફૂટ પહોંચી છે. હજુ પણ સતત પાણીની આવક થઇ રહી છે જેથી સપાટી વધવાની શક્યતા છે. ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પાણીની આવક જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદ અને ઉપરવાસમાં આવેલા ધારી ખોડીયાર ડેમ ભરાય ગયો છે. તેના કારણે બે દિવસથી શેત્રુંજી ડેમ ખાતે પાણીની આવક શરૂ થઈ હતી. જેને લઈને શેત્રુંજી ડેમની સપાટીમા ફરી એક વાર વધારો થયો છે અને 4 હજાર 682 ક્યુસેક્ પાણીની આવક થઇ છે. જેને લઈને શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે.
