બાળકીનો પિતા મજૂરી કામે અને માતા લાકડા વીણવા ગયા હતા ત્યારે ઢાગાની દાનતથી ડરી ગયેલી બળાએ બુમાબુમ કરી દોટમુકીને કર્યો પોતાનો બચાવ
ભુજનાં સુરલપીઠ રોડ પર આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા ગરીબ પરિવારની બાળકી ઘરમાં એકલી હોવાનો ગેરલાભ લઈને બે સંતાનનો પિતા શામજી દેવજી સથવારા નામનો શખ્સ ઘરની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો અને ૧૧ વર્ષની કુમળી બળાને લલચાવી ફોસલાવીને વીસ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ બાળા સાથે શારીરિક અડપલા કરવાનું ચાલુ કર્યું હતું અને આવી ભયાનક હરકતથી ડરી ગયેલી બાળાએ ચીસાચીસ કરીને પાસે રહેતા પોતાના સંબંધીને ઘરે દોટ મૂકી હતી અને લોકોના ભયના કારણે આરોપી પણ ભાગવામાં સફળ થયો હતો અને આ બનાવઅંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ ગઈ કાલે મોડી રાત્રે આરોપીને ઝડપીલઇ તેના વિરુદ્ધ શારીરિક અડપલા કરવા બદલ પોકસો તેમજ આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો ત્યારે માસૂમ બાળકીનો પિતા મજૂરી કામે ગયો હતો અને તેની માતા રસોઈ બનાવવા લાકડા વીણવા ગઈ હતી તેનો ગેરલાભ લેવા બે બાળકના ઢગા બાપે ૧૧ વર્ષની ફુલજેવી બાળા પર નજર બગાડી આ ગંભીરતાને લઈને આસપાસના લોકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા કિસ્સા સમાજમાટે લાલ બતી સમાન હોવાનું ગણગણાટ ઉઠવા પામ્યો છે.