ગાંધીનગરઃ મનપાની ચૂંટણી બાદ હવે નગરપાલિકાની ચૂંટણીમાં પણ ઓવૈસીની AIMIM પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. આજે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે એવામાં મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટીની 9 બેઠકો પર જીત થઇ છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ રાજ્યમાં મનપાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 7 બેઠકો પર જીત હાંસલ કરી હતી. ઔવેસીની રાજકીય પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી હતી. જમાલપુર અને મકતમપુરામાં 7 બેઠકો પર ઔવેસીની પાર્ટી AIMIM એ જીત મેળવી છે.
નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે એવામાં જ્યારે ઓવૈસીની પાર્ટીએ 9 બેઠકો પર જીત હાંસલ કરી છે એ એક મોટી વાત કહેવાય.
તો પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી દીધી છે.