કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે ? કોણ કહે છે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો છે ? કોણ કહે છે ગુજરાતમાં જુગારની ક્લબો નથી ચાલતી ? ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા અનેક શહેરોમાં જણાવવામાં આવેલ છે કે ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગાર જેવા ગુના આચરતા તત્વો ને ઝડપી પાડવા આ વાત તો સાચી છે પણ ગુજરાત રાજ્યમાં દારૂ જુગાર મળવો એ નાની વાત છે કારણકે ગુજરાત રાજ્યમાં અનેક ઠેકાણે દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા જોવા મળે છે જેમાં મોટા માછલાં ને પોલીસ છાવરી રહી હોય અને નાની માછલીઓ ને પકડી ને પુરી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
આજે વાત કરીએ છે છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લાના માતર ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અનેક વાતો ને લઈ ને ચર્ચામાં તો રહ્યા છે જેમાં ખેડા જિલ્લામાં ચાલતું માટી ખનન હોય કે પછી રોડ રસ્તાના બજેટ મંજુર કરાવી રોડ નહીં બનાવા ના જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ આજે તો એક એવો કિસ્સો આ ધારાસભ્ય નો સામે આવ્યો છે કે લોકો કહી રહ્યા છે કે આ ધારાસભ્યને પ્રજાના કામો કરવા માટે ચૂંટયો છે ને આ ધારાસભ્ય રમી રહ્યો હતો જુગાર ? શુ આ છે ભાજપ ના ધારાસભ્યના સંસ્કાર ?
ભાજપના માતર ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતર ગામ છોડી પ્રજાના કામ કરવાનું છોડી અને પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ગામ પાસે ઝીમી રિસોર્ટમાં જુગાર અને દારૂની મહેફિલ કરતા હતા અને જ્યાં અચાનક જ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સહિતના અનેક લોકો દારૂ ની મહેફિલ અને જુગાર રમતા ઝડપાઈ જતા ધારાસભ્ય કેસરી સિંહ ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે બીજી તરફ સવાલ એ પણ ઉભો થયો છે આ રિસોર્ટ માં દારૂ ની વ્યવસ્થા કોણે કરી અને દારૂ નો જથ્થો આવ્યો ક્યાંથી ?
