વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓએ કોંગ્રેસને આડેહાથ લઈ ભાજપે મોંઘવારી ઘટાડી હોવાની વાત કરી હતી.
તેઓએ કહ્યું હતું કે ભાજપ સરકાર આવ્યા બાદ ભારતનો વિકાસ થયો છે પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદવાળાઓની જ્યારે સરકાર હતી ત્યારે શું હતું તે સૌ જાણે છે.
આજ લોકો આજે ખેડૂતોને વધુ ભાવ મળે તો કહે છે મોંઘવારી છે. મોંઘવારીનો દર તેમણે 10 ટકા પહોંચાડી દીધો હતો, પરંતુ અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂધ 300 રૂપિયા અને દાળ 500 રૂપિયે કિલો મળત, પરંતુ મિત્રો અમારી સરકાર છે, જેણે મોંઘવારી કંટ્રોલમાં રાખી છે. આજે દરેક ભારતીય દર મહિને 20 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં એક જીબી ડેટાની કિંમત 300 રૂપિયા હતી. આજે એ જૂની સરકાર હોત તો આજે તમારે 6 હજાર રૂપિયા મહિના માટે દેવા પડત. આજે દરેકના મોબાઈલમાં 5 હજાર રૂપિયા બચી રહ્યા છે.
આમ કોંગ્રેસ ઉપર મોદીજીએ ચાબકા માર્યા હતા.
Sunday, May 19