રાજ્યના મુન્દ્રા પોર્ટ ઉપર વારંવાર ડ્રગ્સ પકડાઈ જવાના વધી રહેલા બનાવો વચ્ચે ચીનથી મુંદ્રા પોર્ટ પર આવી પહોંચેલા બે કંટેનરને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા એકમાંથી ઈ સિગારેટની 2,00,400 સ્ટિક્સ મળી આવી હતી. જેની બજાર કિંમત અનુસાર 48 કરોડ થવા જાય છે. તો બીજા કંટેનરમાંથી મીસડિક્લેશનનો જથ્થો મળી આવ્યો હતો.
ભારતમાં એક ઈ- સિગારેટ 2 હજારથી 3 હજારની કિંમતમાં માર્કેટમાં વેંચાય છે, જેના આયાત પર સંપુર્ણ પ્રતિબંધ હોવા છતાં ચોરી છુપી થી તેને ઘુસાડવાનો સતત પ્રયાસ કરાતો રહે છે. આજ પ્રયાસ તળે 250 બોક્સ મળી આવ્યા હતા, જે દરેક મોટા બોક્સમાં 800 સિગારેટ હતી. જે દરેક ઈ સિગારેટમાંથી 2500 પફ લઈ શકાય છે.
અગાઉ સુરત પાસે ડીઆરઆઈએ ઝડપેલા એક કન્ટેનરમાંથી આવીજ રીતે કરોડોની ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભેજ ભુજમાં પણ દરોડા પડ્યા હતા. હવે ફરી પાછો આવો જથ્થો મળી આવતા સબંધિત વર્તુળોમાં ભાગદોડ મચી છે.