આજકાલ નાની ઉંમરના યુવાનોના ચિંતાજનક રીતે હાર્ટ એટેકથી કરૂણ મોત થઈ રહયા છે ત્યારે અરવલ્લીના મોડાસામાં ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષના પર્વ કેતુલ સોની ક્રિકેટ રમતા રમતા એકાએક છાતીમાં દુઃખાવો થતા તે ક્રિકેટના મેદાનમાં જ નીચે બેસી ગયો હતો અને તેને સારવાર અર્થે લઈ જવાય પહેલાં જ કરૂણ મોત થઈ ગયું હતું.
આ બનાવને પગલે મૃતકના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર મોડાસા શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રાજયમાં આ રીતે નાના યુવાનો હાર્ટ એટેકનો જે રીતે ભોગ બની રહયા છે તે જોતા હવે આ વાત તપાસનો વિષય બની છે અને તેની પાછળ શું કારણ છે ?અને આવા બનાવો વધતા અટકાવવા શુ કરી શકાય તેવા પ્રયાસો થાય તે જરૂરી છે.