વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આફ્રીકન દેશોના રાષ્ટ્રપતિ સહિતના ઘણા મહાનુભાવો 22મીથી 26મી સુધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આફ્રીકન ડેવલપમેન્ટ બેન્ક એન્યુઅલ મીટીંગમાં તેઓ હાજરી આપવાના છે.
આ કાર્યક્રમને પગલે મહાત્મા મંદીર, રાજભવન, ટ્રાફીક અને પાર્કીંગ ઉપરાંત એન્ટી મોરચા એમ ચાર વિભાગમાં પોલીસ બંદોબસ્તો ગોઠવાયો છે. જે બંદોબસ્તમાં કુલ 3000 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહેશે.
મોદી અને અન્યોની સુરક્ષા પર એક આઈજીપી, 9 પોલીસ અધિક્ષક, 4 એએસપી, 30 ડીવાયએસપી, 70 પોલીસ ઈન્સપેક્ટર, 175 પોલીસ સબ ઈન્સપેક્ટર, 1300 પોલીસ, 250 મહિલા પોલીસ, 50 કમાન્ડો, 150 ટ્રાફીક પોલીસ, 2 ટીમ ચેતક કમાન્ડો, એનએસજી 2 ટીમ, સીઆરપીએફ 1 કંપની, બીડીડીએસ 6 ટીમ અને 4 ટીમ ક્યુઆરટી સાથે 5 કંપની એસઆપપીની તૈનાત રહેશે.
ઉપરાંત પોલીસ ટેક્નોલોજીની અન્ય સુવિધાઓનો પણ સુરક્ષાના કારણો સર ઉપયોગ કરશે. પોલીસ કાર્યક્રમ દરમ્યાન મહાત્મા મંદિર તથા ગાંધીનગર શહેર ખાતે લગાવેલા 300 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર મહેમાનો માટે એસ્કોરટીંગ પાયલોટીંગની વ્યવસ્થા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે.