સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ૩૧ ઓક્ટોબર કાર્યક્રમ પૂર્વે કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીથી ઝગમગી ઉઠયો છે. વડાપ્રધાન તા.૩૦ ઓક્ટોબરના રોજ રાત્રિ રોકાણ કેવડિયામાં કરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેચ્યુ સુધીના વિસ્તારને આશરે ૩ કરોડ એલઇડીથી ઝગમગતું કરવા માટે રૃા.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પરંતુ સ્ટેચ્યુના અલગ અલગ પ્રકલ્પોમાં પણ લાઇટિંગ કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ૩૧ ઓક્ટોબર કાર્યક્રમ પૂર્વે કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીથી ઝગમગી ઉઠયો
કેવડિયા કોલોનીના ૨૫ ચોરસ કિ.મી. વિસ્તારમાં કરાયેલું લાઇટિંગ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવનારા હજારો પ્રવાસીઓ પૈકી જે રાત્રી રોકાણ કરશે એ આ રંગબેરંગી લાઇટની ભવ્યતાનો આનંદ જરૃર માણશે. કેવડિયા વિસ્તારમાં હાલ ઉચ્ચ અધિકારીઓની દોડધામ વધી ગઈ છે. આ સ્થળે કલરકામ સાફસફાઈ અને રોડ રિપેરિંગ સહિતની કામગીરીઓ યુદ્ધના ધોરણે શરૃ થઈ ગઈ છે.
કલરકામ સાફસફાઈ અને રોડ રિપેરિંગ સહિતની કામગીરીઓ યુદ્ધના ધોરણે શરૃ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકાર અને ટુરિઝમ વિભાગ અવનવા આકર્ષણોનો ઉમેરો કેવડિયા ખાતે કરી રહી છે. ત્યારે બીજી તરફ આગમી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી એકતા પરેડમાં ભાગ લેવા આવી રહ્યા છે. ત્યારે નર્મદા નદીમાં પ્રવાસીઓ બોટની મજા માણી શકે તે માટે ક્રુઝનું પણ લોકર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. નોંધનીય છે કે 31 ઓક્ટોબરના રોજ બોટ લોકર્પણ થઈ જશે. ત્યારે બીજી તરફ પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસ પણ કરી શકશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બોટમાં 200 થી 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોવિડ 19ની ગાઈડલાઈનને પગલે એક કલાક માત્ર 50 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
પીએમ મોદી સાબરમતી નીદીમાં સી-પ્લેન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે
જ્યારે બીજી તરફ પીએમ મોદી 31 ઓકટોબરે ગુજરાતના પ્રવાસે છે. આ દરમ્યાન પીએમ મોદી સાબરમતી નીદીમાં સી-પ્લેન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે. નોઁધનીય છે કે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લઈને અમાદાવાદ રિવરફ્ન્ટ ખાતે રાજ્ય સરકારની તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. નદીમાં પાણી પણ છોડવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છ, સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સરદાર પ્રતિમા પરિસર ઝળહળ્યું, કેવડિયા કોલોનીમાં અંધારપટ
વિશ્વની સર્વાધિક ઊંચી સરદાર પ્રતિમાના લોકાર્પણની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં સમગ્ર પરિસર અને વન વિસ્તાર રોશનીથી ઝગમગી રહ્યો છે. નર્મદા બંધ ઉપર પણ ભારે રોશની કરાઈ છે. પરંતુ કેવડિયાકોલોનીમાં રહેતા પરિવારોના ભાગે અંધારા ઉલેચવાનું આવ્યુ છે. કેવડિયાથી પ્રતિમા સુધીનો માર્ગ રંગબેરંગી રોશનીથી શણગારાયો છે. વિવિધ પ્રોજેકટોની પણ રોશનીથી શણગારાયા છે. નર્મદા બંધને પણ રોશનીથી સજાવાયો છે. તેની રોશની ૧૦ કિમી દૂરથી જોઈ શકાય છે. પરિસરના વન વિસ્તારોને પણ રોશનીથી ઝગમતા કરી દેવાયા છે. રોશની કરવા પાછળ ચાલીસેક કરોડનો ધુમાડો કરાયો છે.
રોશની કરવા પાછળ ચાલીસેક કરોડનો ધુમાડો કરાયો
વેલી ઓફ ફલાવર્સ , કેકટસ ગાર્ડન, બટર ફલાય પાર્ક, ચિલ્ડ્રન પાર્ક વિગેરે પ્રોજેકટો ઝળહળી રહ્યો છે. ત્યારે કેવડિયા કોલોની અંધારપટ હેઠળ રહી છે. પ્રોજેકટો પાછળ રાતદિવસ કામ કરતાં કારીગરોના નિવાસો અંધારામાં ડુબેલા રહ્યાં છે. એકપણ શેરી દીવો, સળગતી નથી. તેમની કોઈને ચિંતા નથી. પ્રવાસીઓ માટે જ્યાં મોબાઈલ ટાવરો ઉભા કરી દીધા છે.