મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી જે પુરક ચાર્જશીટ રજુ થયા બાદ આજની મુદત હોવાથી જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટે આગામી તા. ૩૧ માર્ચની મુદત આપી હોય જેથી વધુ સુનાવણી ૩૧ માર્ચના રોજ કરવામાં આવશે
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા બાદ પોલીસે તુરંત ઓરેવા ગ્રુપના મેનેજર સહીત ૯ આરોપીને ઝડપી લીધા હતા અને ત્રણ માસ સુધી ફરાર રહેલા ઓરેવા ગ્રુપના એમડીએ પણ આખરે કોર્ટનું શરણું લીધું હતું અને શરણાગતિ સ્વીકારી લેતા તેમની વિધિવત ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી અને બાદમાં સબ જેલમાં મોકલ્યા હતા એક મહિના જેટલો સમય તેઓ જેલમાં રહ્યા બાદ વચગાળાના જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી અને જયસુખ પટેલને કોઈ રાહત મળી ના હતી
દરમિયાન તપાસ અધિકારીએ આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરી હતી જેથી પુરક ચાર્જશીટ રજુ થયા બાદ કોર્ટે તા. ૧૭ માર્ચની મુદત આપી હતી જેથી આજે જયસુખ પટેલ કોર્ટની મુદતે હાજર રહ્યા હતા મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલ આજે હાજર રહ્યા હતા અને કોર્ટે આગામી તા. ૩૧ માર્ચની મુદત આપી છે જેથી કેસની વધુ સુનાવણી આગામી તા. ૩૧ માર્ચના રોજ કરવામાં આવશે