રાજકોટ: આજે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એસએસસીનું કુલ પરિણામ 68.24% આવ્યું છે.
એસએસસીના આ પરિણામમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 74.24% આવ્યું છે. જ્યારે રાજકોટનું રૂપાવટી કેન્દ્ર 97.47% પરિણામ સાથે આખા રાજયમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
રાજકોટ જિલ્લાના પરિણામની તમામ શાળાઓમાં ઉજવણી થતી જોવા મળી હતી. જેમાં બોર્ડમાં ટોપ કરનાર તેમજ અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.