રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં હવેથી, ધોરણ 9થી 12ની તમામ પરીક્ષાના પેપર જેતે સ્કૂલમાં જ તૈયાર કરવા જણાવાયું છે.
મહત્વનું છે કે હાલમાંજ રાજ્યમાં ધોરણ 9થી 12ની પ્રથમ સત્રાંત કસોટીઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે દ્વારા આ નિર્ણય લેવાયો છે.
મહત્વનું છે કે ધોરણ 9થી 12ના પરીક્ષાના પેપર સ્કૂલમાં જ તૈયાર થશે. ધોરણ 9થી 12ની પ્રથમ, દ્રિતિય અને વાર્ષિક કસોટીને લઇ શિક્ષણ બોર્ડે પરિપત્ર કર્યો છે.જેમાં જણાવાયુ છે કે હવેથી તમામ પરીક્ષાના પેપર જે તે શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે.
આમ,હવે શાળા કક્ષાએથી પેપર તૈયાર કરવામાં આવશે.