રાજ્યમાં માવઠાએ હવે વિદાય લીધી છે અને હવે આકરા ઉનાળાનો અહેસાસ થવાનો છે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે ગરમ રહેવાના છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈ કાલે પણ ભારે ગરમીનો અનુભવ લોકોને થઈ ચૂક્યો છે.
રાજ્યમાં ગતરોજ ભારે ગરમીના કારણે બપોર થતા રાજ્યના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.
રાજ્યમાં 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સોમવારે સૌથી ગરમ શહેર રહ્યું હતું તો અમદાવાદમાં પણ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ કે વાવાઝોડાની કોઈ સંભાવના નથી પણ રાજ્યમાં ગરમી વધશે અને તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી છે. આગામી 4 દિવસમાં અમદાવાદમાં 42 ડિગ્રી ઉપર તાપમાન જશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરિણામે વેકેશન માણતા લોકોને બપોરના સમયે બહાર નહીં નીકળવા જણાવાયુ છે.
Saturday, May 18