રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધા બાદ ફરી વરસાદ પડવાની આગાહી થઈ છે.
રાજ્યમાં આગાણી ત્રણ દિવસ સુરત, ભરૂચમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
4 જુલાઈથી પવનની ઝડપ વધશે, જ્યારે 6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડશે.
આગામી 4થી 7 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આગામી 6 જુલાઈથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.
આ સિવાય અમદાવાદ, વડોદરા વગરે જગ્યાએ પણ સામાન્ય વરસાદની સ્થિતિ જોવા મળશે.