રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વેંસ્ટર્ન ડિસ્ટબનર્સ સિસ્ટમને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાનીની આગાહી કરવામાં છે.
ત્યારે આવો જાણીએકે રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળોએ કઇ તારીખે વરસાદ થશે તે માહિતી નીચે મુજબ છે.
હવામાન વિભાગના સુત્રોનું માનીએતો રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદ થઈ શકે છે જેમાં તા.26 એપ્રિલના રોજ દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
27 એપ્રિલને ગુરુવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતનાં શહેરોમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને 40 કિ.મી.ની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની સંભાવના છે.
28 એપ્રિલને શુક્રવારના રોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોડાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં મે મહિનાના બીજા અઠવાડિયાથી ભારે આંધી-વંટોળ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.