રાજ્યમાં ત્રણ રાઉન્ડમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે ચોમાસુ નબળું પડ્યું છે અને છુટા છવાયા ઝાપટા પડી શકે છે ગતરોજ તા.17 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે. આ બંગાળની ખાડીના લો પ્રેશરનો ટ્રેક ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરીને મધ્યપ્રદેશ સુધી આવશે અને પછી તે ઉત્તર તરફ જશે જે લો પ્રેશર ગુજરાતની બાજુમાંથી પસાર થનાર હોય એક શીયર ઝોન સર્જાઈ શકે છે.
જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ છે. આ સ્થિતિમાં ગુજરાતમાં તા. 19, 20 અને 21 આ ત્રણ દિવસ વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ ઓગસ્ટના અંતમાં તા. 27થી 31 તારીખ દરમિયાન એક લો પ્રેશર આવશે અને તેના કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોને વરસાદ થઈ શકે છે.
જોકે,હવે છુટા છવાયા ઝાપટા રૂપે વરસાદ થશે કોઈ ભારે વરસાદ પડવાની શક્યતાઓ નથી.