રાજ્યમાં હાલ મોટા ભાગે વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે ભરૂચ-સુરત, ગુરૂવારે અમરેલી-જુનાગઢ-ગીર સોમનાથ, શુક્રવારે ડાંગ-નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર- ગીર સોમનાથ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ મેંદરડામાં પોણા 4 ઈંચ વરસાદ થયો છે.
રાજકોટના જેતપુરમાં સાડા 3 ઈંચ, જામનગરના ધ્રોલમાં 2 ઈંચ, પોરબંદરના કુતિયાણામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે ગારિયાધાર, જોડિયા, ધારી, હાંસોટમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ સરેરાશ 11 ઇંચ સાથે મોસમનો 32 ટકા વરસાદ પડ્યો છે.