રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 174 કેસ નોંધાયા છે. જેની સામે 268 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, સદનસીબે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.
અમદાવાદમાં સૌથી વધુ 58 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં નવા 30 કેસ સામે આવ્યા છે. સુરતમાં 30 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 9 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે. રાજકોટમાં 7 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 5 કેસ નોંધાયા છે. વલસાડમાં 4 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, અમરેલીમાં 2 કેસ, ભાવનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, મોરબીમાં 2 કેસ, નવસારીમાં 2 કેસ, અરવલ્લીમાં 1 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, સુરેન્દ્રનગરમાં 1 કેસ અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે.