રાજ્યમાં સર્જાયેલા ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરકયુલેસન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
રાજ્યમાં આજે તા.8 થી તા.10 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે તા.8 જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર,અમરેલી,ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે.
તા. 9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, આજે તા.8મી જુલાઈ એ જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ડૉ. મનોરમા મોહંતીએ અનુમાન કરતા જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ કેટલાક ભાગોમાં અતિથી અતિભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અન્ય ભાગોમાંથી કેટલાક વિસ્તારમાં અતિથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.