રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે અને આગામી 4 થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં ભારે વરસાદ પડવાનીહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે, આગામી તા.18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાનારું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં ભારે વરસાદ લાવશે અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં તા. 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે.
જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
વરસાદના ત્રીજા રાઉન્ડમાં દરિયાકાંઠાના ભાગોમાં અતિભારે વરસાદ થશે પરિણામે નર્મદા અને તાપી ડેમ ઓવરફ્લો થઈ જશે.