રાજ્યમાં દારૂબંધી હોવાછતાં દારૂનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે અને બધા નહિ પણ કેટલાક લાંચીયા પોલીસવાળા તેમજ બુટલેગરોની જુગલબંધી કામ કરી રહી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે.
આ બધા વચ્ચે અરવલ્લીમાં માલપુર રોડ પર દારૂ સગેવગે કરવાના બહુ ચર્ચિત પ્રકરણમાં ત્રણ પોલીસકર્મી ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અહીં થયેલા અકસ્માત બાદ પોલીસવાળા દારૂ સગેવગે કરવામાં પડ્યા હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ અરવલ્લી જિલ્લા પોલીસવડાએ હેડ કોન્સ્ટેબલ અર્જુન સિંહ અને બે કોન્સ્ટેબલ જતિન અને વિજય કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
તપાસમાં ખુલ્યું કે મોડાસાના પોલીસ કોન્સ્ટેબલ વિજય શનાજી પરમાર પાસેથી દારુનો જથ્થો મેળવ્યો હતો. જેને તેઓએ ગાંધીનગરના હાલીસા ખાતે લઈ જવાનો હતો.
જ્યાં બુટલેગર કિશન ગોસ્વામીને આપવાનો હતો. જેથી એસઓજીએ આ બંને સામે તપાસની કાર્યવાહી શરુ કરતા પોલીસની મિલીભગત સામે આવી હતી.