રાજ્યમાં આજે ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
આજે સવારથી પૂરક પરીક્ષાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
પૂરક પરીક્ષામાં કુલ 180158 વિદ્યાર્ઓ નંધાયા હતા. જેમાંથી 153394 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.
જે પૈકી 40880 પરીક્ષાર્થીઓ પાસ થતાં ધો. 10 એસએસસી જુલાઈ પુરક 2023 પરીક્ષાનું પરિણામ 26.65 ટકા આવ્યું છે.
બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકાય છે. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ પરિણામ જાણી શકાય છે.
ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર પરીક્ષાર્થીની સંખ્યા 147 છે. વિદ્યાર્થીઓનું પ્રમાણ 25.09 ટકા, વિદ્યાર્થીનીઓનું પ્રમાણ 28.88 ટકા છે.