રાજ્યમાં ગુટખા ખાનારા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.રાજ્યમાં પાન મસાલા ગુટખા તમાકુ ઉપર ના પ્રતિબંધ ને 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહું કે રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલા ના વેચાણ,સંગ્રહ અને વિતરણ ઉપર હાલ પ્રતિબંધ છે.નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવા નો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રીએ વધુ માં જણાવેલ કે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન 2011 હેઠળ આ પ્રતિબંધ મૂક્યો છે.જે હેઠળ કોઈપણ ખાદ્યચીજો તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ બાબતે છેલ્લા ત્રણ વર્ષ માં આરોગ્ય વિભાગ ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10000 પેઢીઓની તપાસ કરી આશરે રૂપિયા 11 લાખ જેટલો દંડ વસુલાત કરવામાં આવ્યો છે.
