રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદને પગલે સર્વત્ર જળાશયો,ડેમ,નદીઓમાં પાણીની સારી એવી આવક થઈ છે.
ચોમાસાના પ્રારંભે પાણીની ભરપૂર આવક થઈ છે.
રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યમાં કુલ 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાઈ ચૂકયો છે.
જ્યારે રાજ્યમાં 19 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 29 ડેમ 70 ટકાથી વધુ ભરાયા છે.
રાજ્યમાં 25 ડેમ 50થી 70 ટકા સુધી ભરાયા છે.
રાજ્યમાં 54 ડેમ 25થી 50 ટકા સુધી ભરાયા છે.
રાજ્યમાં પડેલા સારા વરસાદને કારણે
ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા ભરાયા છે.
મધ્યગુજરાતના 17 જળાશયો 30.89 ટકા ભરાયા છે.
દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 35.39 ટકા ભરાયા છે.
સૌરાષ્ટ્રના 141 જળાશયો 47.18 ટકા ભરાયા
કચ્છના 20 જળાશયો 50.95 ટકા ભરાયા છે.
આમ,ચોમાસાની શરૂઆત સાથે પહેલા રાઉન્ડમાં ગુજરાતના ડેમ અને જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ છે.