ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હજુ પણ આગામી ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે.
રાજ્યમાં કેટલાય વિસ્તારમાં આજેપણ વરસાદ પડી રહ્યો છે.
ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદમાં એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
શહેરના એસજી હાઇવે ઉપર ભારે વરસાદને પગલે ઇસ્કોનબ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. કર્ણાવતી ક્લબ ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે અને ભારે વરસાદ પડતા ત્યાં ટ્રાફિકજામ સર્જાયો છે. એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા, મકરબા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, રાણીપ, સરસપુર, બાપુનગર, નરોડા, નારોલ, સરખેજ, વસ્ત્રાલ સહિત શહેરના મોટાભાગના વરસાદમાં પડ્યો હતો.
જૂનાગઢમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં 14 ઇંચ, ભેસાણમાં 7 ઇંચ, કેશોદમાં 8 ઇંચ તેમજ માણાવદરમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે,જામનગર, અંજાર, કપરાડા, ખેરગામમાં પણ અતિભારે વરસાદ થયો છે.
સૌરાષ્ટ્ર જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.