રાજ્યમાં આજે છુટો છવાયો વરસાદ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ વડોદરા, ખેડા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં ખૂબ સારો વરસાદ થયો છે. જોકે, હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.
રાજસ્થાન પર સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે અને તે સાયક્લૉનિક સર્ક્યુલેશન બની આ સિસ્ટમ હવે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની આસપાસ પહોંચી છે એટલે કે ગુજરાતથી દૂર જતા હવે વરસાદ ઓછો થઈ સામાન્ય વરસાદની સ્થિતિ રહેશે.
આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.