રાજ્યમાં આજથી ચાર દિવસ વરસાદ પડવાની આગાહી થઈ છે,જેમાં બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આજે તા. 5 અને 6 જુલાઈ એમ બે દિવસ સામાન્ય વરસાદ ત્યારપછીના બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે.
ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે.
સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને 7 અને 8 જુલાઈ એમ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ સારો વરસાદ પડી રહયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે.
25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે અને વરસાદ નો પહેલો રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે બીજો રાઉન્ડ શરૂ થશે.
જોકે,વરસાદના પહેલાંજ રાઉન્ડમાં મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.