રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે જૂનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા છે અને દોઢ દીવસમાં 22 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ભેસાણમાં પણ કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ ડેમોમાં ભરપુર પાણી ની આવક થઈ છે.
ઓઝત વિયર ડેમ છલકાતા 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. 1.40 મીટરથી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ, વડોદરા,ભરૂચમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જળબંબાકારની સ્થિતિ છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે.
વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લાઈને જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જિલ્લામાં આવેલી તમામ નદીઓ ઉપર જળ સ્તર વધી રહ્યા હોય નીચાણ વાળા વિસ્તારમાં સ્થળાંતર શરૂ કરાયું છે.
રાજકોટ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઇ છે.
રાજકોટ જિલ્લાના 12 ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે.
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, જેથી અનેક માર્ગો પણ બંધ થયા છે. બગસરા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બગસરા-અમરેલી બાયપાસ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તેમજ મુંજીયાસર ડેમ ઓવરફ્લો થવાના કારણે સાતલડી નદીમાં પુર આવ્યા છે.
આમ,રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.