રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિત ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસાપાસના વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ છે અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદી માહોલ યથાવત રહેતા ખેતીવાડીમાં નુકસાન પહોંચી રહ્યું છે.
ગુજરાતમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ ક્રિએટ થયો છે અને ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુપણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હજુ ત્રણ દિવસ માવઠાની સ્થિતિ રહેશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં આજે વાદળછાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સાથેજ આજે ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.