રાજ્યમાં 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ નોંધાયું છે અને 311 સ્કૂલોનું નોંધાયું 100 ટકા પરિણામ રહ્યું છે,ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% રિઝલ્ટ આવ્યું છે.
જોકે,ગત વર્ષ કરતાં 13.64 ટકા ઘટ્યુ છે.
આ વખતે છોકરા કરતા છોકરીઓએ મેદાન માર્યુ છે અને વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા નોંધાયું છે.
311 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે.
સૌથી વધુ કચ્છમાં 84.59 ટકા પરિણામ રહ્યું છે સાથેજ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાગધ્રા- 95.85 અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા- 36.28 રહ્યું છે.
વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા રહ્યુ છે.
મહત્વનું છે કે રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી વિદ્યાર્થીઓને પરિણામને લઈને આતુરતા હતી, જેનો હવે અંત આવ્યો છે.