રાજકોટ જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાં 2, તાલુકા પંચાયતમાં 6 બેઠક પર ભાજપની, ગોંડલ ન.પા.માં 9 બેઠક પર ભાજપની જીત થઈ છે ઉપલેટામાં કોંગ્રેસની જીત થઈ છે
રાજ્ય માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 8474 બેઠકોમાંથી 253ના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમા 243માં ભાજપ, 8માં કોંગ્રેસ અને 3માં અન્ય આગળ છે.
ઘણી જગ્યા એ આપ ના ઉમેદવારો પણ આગળ છે ભાવનગર ના જેસર તાલુકા પંચાયત માં પણ આપ ના ઉમેદવાર જીત્યા છે
દસક્રોઈ તાલુકા પંચાયતની 23 બેઠક પૈકી 01 અસલાલી પર ભાજપ ઉમેદવાર રમીલાબેન ચૌહાણ વિજેતા થયા છે. 813 વોટથી તેમની જીત થઇ છે. તેમને 2491 વોટ મળ્યા છે. કૉંગ્રેસના સુશીલા બેન ચૌહાણની હાર થઇ છે. તેમને 1685 વોટ મળ્યા છે. આ ઉપરાંત 85 વોટ નોટામાં પડ્યા છે.
ખાનપુર તાલુકાના બાકોર જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર ભાથીભાઈ જવારાભાઈ વિજય બન્યા છે. ખાનપુર તાલુકા પંચાયતની 16 પૈકી બાકોર અને બોરવાઈ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો. દહેગામ નગર પાલિકા વોર્ડ નંબર 1માં પેનલનો વિજય થયો છે. આ સાથે ભુજ વોર્ડ નંબર 7 બીજેપી પેનલની જીત થઇ છે. ચારે ઉમેદવારોની જીત થઇ છે. જિલ્લા પંચાયતની જેસર બેઠક ઉપર ભાજપનાં પૂર્ણાંબાનો વિજય થયો છે. હારીજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. તાપીના નિઝર તાલુકા પંચાયતની ભીલજાંબોલી બેઠકના ભાજપના ઉમેદવાર અમરસિંગ વળવીની 82 મતોથી જીત થઇ છે. તા.પં કોટડા સાંગાણીમાં અનીડા વાછરાના ભાજપના ઉમેદવાર શીતલબા ડાભીની જીત થઇ છે. અરડોઈ સીટ પર ભાજપ અંજનાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા જીત થઇ છે. ભુજ પાલિકામાં વોર્ડ નં 7માં બીજેપી પેનલની જીત થઇ છે. પંચમહાલના મોરવા હડફ તાલુકાની અગરવાડા બેઠકમાં ભાજપ 1572 મતથી વિજેતા બન્યું છે. સાબરકાંઠાનાં હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વૉર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના બે ઉમેદવારોની જીત બે બેઠક બિનહરીફ થયેલ હતી. ભાજપના રાજુભાઇ દેસાઈ અને રાકેશભાઈ પટેલનો વિજય થયો છે.
અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભગવો લહેરાયો છે. 500થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની છે. બનાસકાંઠાનાં થરા નગરપાલિકાની પેટા ચૂંટણીની બન્ને બેઠકમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાભર પાલિકામા વોર્ડ.1 ના ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. જેમાં પ્રિતીબેન કલ્પેશભાઈ ઠક્કર, નીતાબેન હરીગર ગૌસ્વામી, ભરતભાઈ દરગાભાઈ માળી, રાજુભાઈ જામાભાઈ ઠાકોરનો વિજય મેળવ્યો છે. આ સાથે લોધિકાની ચાંદલી બેઠક પર ભાજપની જીત થઇ છે. 562 મતે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. અરવલ્લીના મોડાસા નગરપાલિકા વોર્ડ-૦1માં ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોની પેનલનો વિજય થયો છે. દહેગામ નગર પાલિકા પ્રથમ તબક્કાના મતદાનમાં વોર્ડ નંબર 1 બેઠક પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોની પેનલ વિજેતા બની છે. ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા બન્યા છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા બન્યા છે.
બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોએ જીત મેળવી લીધી છે.
વલસાડ ના ધરમપુર માં વોર્ડ નં 2 માં ભાજપ ના ઉમેદવાર જીત્યા,ઉમરસાડી 1 માં ભાજપ ની જીત
અદાવાદમાં તાલુકા પંચાયતમાં ધોલેરા 2 અને માંડલમાં 1 દસક્રોઈમાં 5 બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
દસ્ક્રોઈ તાલુકા પંચાયતની અસલાલી બેઠક પર ભાજપના રમીલાબેનનો વિજય થયો છે
સુરેન્દ્રનગર પંથક માં તા.પં.ની દસાડા, આદરીયાણા બેઠક પર કોંગ્રેસની જીત, બજાણા બેઠક પર ભાજપની જીત.પાટડી નગર પાલિકા વોર્ડ-2 ની પેનલ ના ભાજપના ઉમેદવારો વિજયી.સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૦૧ ભાજપની પેનલનો વિજય થયો છે.સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૦૭ ભાજપની પેનલનો વિજય થયો છે.