રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટેનો પ્રચાર નો સોમવારથી આરંભ થઈ ચૂક્યો છે. ગુજરાત ભાજપે આ ચૂંટણી કેમ્પેઇન માટે ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’નું સૂત્ર મૂક્યું છે અને આવતી કાલે બુધવારથી પ્રચારસભાઓ યોજવા તૈયારીઓ શરૂ થઈ છે. જોકે, ગૃહમંત્રી અમિત શાહ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ગુજરાતમાં પ્રચાર સભા કરશે નહીં તેમ ભાજપ ના સૂત્રો એ જણાવ્યું છે. પ્રચાર માટે થીમ સોંગ, ટૂંકી ફિલ્મો, હોર્ડિંગ્સ, ઝિંગલ્સ અને અન્ય પ્રચાર સામગ્રી તૈયાર થઈ ચૂકી છે,દરમિયાન પાટીલે જણાવ્યું કે આ ચૂંટણીઓમાં અમારા ગુજરાતના નેતાઓ જ દરેક ઠેકાણે પ્રચાર કાર્ય કરશે. રામમંદિર તથા ગુજરાતના વિકાસના મુદ્દે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ લોકોમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદી અને અમિત શાહ, રામમંદિર તથા વિકાસનો વિરોધ કરી રહી છે અને તેમનો માત્ર આ જ એજન્ડા છે,જ્યારે નગરપાલિકા અને પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ 10 ફેબ્રુઆરીએ આવે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે,હાલ ગુજરાતની નગરપાલિકાઓ અને પંચાયતના ઉમેદવારો નક્કી કરવા માટે ગુજરાત ભાજપની પાર્લિયામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ચાલી રહી છે. આ ઉમેદવારોની યાદી 10 ફેબ્રુઆરીએ જાહેર થાય તેવી શક્યતા છે. મહાનગરપાલિકાઓની જેમ જ નામ જાહેર થયાં બાદ ઉમેદવારોનો નામાંકન દાખલ કરવા માટે ખૂબ ઓછો સમય મળશે.
Saturday, May 18