લાખ્ખો સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે અને સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી હોવાના અહેવાલ છે જેની મંજૂરીનો અમલ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકાર 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનર્સને માટે ફેબ્રુઆરી 2021માં મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે, 1 જુલાઈ 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થુ અપાશે નહીં.
અત્રે નોંધનીય છે કે અગાઉ કેન્દ્રએ એપ્રિલ 2020 માં કોરોના સંકટને કારણે મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો.
વિગતો મુજબ મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની શક્યતા સેવાઈ રહી છે. એટલે કે હવે સરકારી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 21 ટકા સુધી થઈ શકે છે. અગાઉ કોરોના સંકટને લઇને સરકારે મોંઘવારી ભથ્થુ વધારવા પર રોક લગાવી દીધી હતી. પરંતુ હવે કોરોના ની સ્થિતિ હળવી થતા હવે કર્મચારીઓને આ લાભ મળવાની આશા બંધાઈ છે. સરકાર ખુબજ જલ્દી કર્મચારીઓને રાહત આપવા જઈ રહી હોવાના અહેવાલ છે.
Saturday, May 18