લીમડી માં ભાજપ ના ઉમેદવાર જીતતા હુમલો થયા નો બનાવ સામે આવ્યો છે.
લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર છના ભાજપના ઉમેદવાર મેરા ભરવાડનો વિજય થયા બાદ તેઓ ઉપર કેટલાક શખ્સો એ જીવલેણ હુમલો કરી કેટલીક ગાડીઓના કાચ ની તોડફોડ કરી ભય નો માહોલ ઉભો કરતા ભારે ભાગદોડ મચી હતી જોકે, કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ કાફલો ખડકી જેવામાં આવ્યો છે, જ્યારે ઇજાગ્રસ્ત ઉમેદવારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવ બાદ લીબડી ડી.વાય.એસ.પી, પીઆઇ અને પી.એસ.આઇ સહિતનો પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.